Nasha Mukt Bharat Abhiyaan

નશા મુક્ત ભારત અભિયાન (NMBA) અંતર્ગત સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી દ્વારા ૨૬ જૂન ૨૦૨૧ના રોજ 'નશા વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ' નિમિત્તે એક વિશેષ પહેલ લોન્ચ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ માદક દ્રવ્યોના જોખમ સામે વૈશ્વિક સહકાર મજબૂત કરી પદાર્થના દુરુપયોગથી મુક્ત એક ટકાઉ વિશ્વનું નિર્માણ કરવાનો છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ નશાના દૂષણનો સામનો કરી રહ્યું છે, ત્યારે વ્યક્તિ, કુટુંબ અને સમાજ પર થતી તેની વિનાશક અસરોને રોકવા માટે NSS સ્વયંસેવકો દ્વારા જનજાગૃતિ ફેલાવવી અત્યંત અનિવાર્ય છે.

K. J. કેમ્પસ સ્થિત KJIT ઓડિટોરિયમ માં "નશા મુક્ત યુવાધન, નશા મુક્ત ગુજરાત" વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), વેસ્ટર્ન રેલવે, વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી અને K. J. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના0 NSS સ્વયંસેવકો અને લગભગ 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓડિટોરિયમની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો.

મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત P.S.I. ડી. ડી. વણકર સાહેબે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે યુવા પેઢી દેશનું ભવિષ્ય છે અને જો આ ભવિષ્ય નશાના રવાડે ચઢશે તો દેશ નબળો પડશે. તેમણે નશીલા પદાર્થોના સેવનથી થતી કાયદાકીય મુશ્કેલીઓ અને પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવતા કડક પગલાં વિશે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ, NGO હેડ અનંત ક્રિશ્ચિયન સાહેબે સામાજિક દ્રષ્ટિકોણથી નશાની આદત કેવી રીતે પરિવારને વિખેરી નાખે છે તે અંગે હૃદયસ્પર્શી ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા પ્રેરિત કર્યા હતા.

ATS હેઠળના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના શ્રી ઉમેશભાઈએ ડ્રગ્સ માફિયાઓની કાર્યપદ્ધતિ અને યુવાનોને શિકાર બનાવવાની તેમની પદ્ધતિઓ વિશે સાવધ કર્યા હતા. તેમણે ખાસ કરીને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાતા નશાના પ્રભાવ વિશે સતર્ક રહેવા સૂચન કર્યું હતું. આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ હોવાથી, નિષ્ણાતોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ આવનારા સમયના ડૉક્ટરો છે, તેથી સમાજને વ્યસનમુક્ત કરવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વની રહેશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં, KJIT ઓડિટોરિયમમાં હાજર તમામ વિદ્યાર્થીઓએ એકસાથે ઊભા રહીને આજીવન નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ આ દુષણમાંથી બહાર લાવવા માટેના શપથ લીધા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સામાજિક જવાબદારીના ભાવથી ભરાઈ ગયું હતું. સંસ્થાના સંચાલકો અને NSS યુનિટ દ્વારા મહેમાનોનો આભાર માની કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

Call Email instagram facebook Twitter linkedin youtube whatsapp
To Top